Monday, October 15, 2018

Part 13



Gujarati good morning suvichar




જો ખરેખર શાંતિની ઈચ્છા હોય... તો...
પહેલા ઇચ્છાઓ ને શાંત કરી દો ...!!




કોઈને સવારમાં Good_Morning_wish કરવાથી
એનો દિવસ સારો બને કે ના બને.....
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ જરૂર સારો બને છે..!!



ગમે તેટલા મોટા થઈ જાઓ પણ હાથ થી વરસાદ ના છાટા પકડવા ની રીત તમારી અંદર ના બાળકને જીવતું રાખે છે......🤔



મંઝિલ મેળવવા ભટકવું પડે છે.....
GPS નો સાથ જિંદગીના રસ્તાઓમા ક્યારેય નથી મળતો.....🤔









Author : s parmar sir




Part 12



Gujarati good morning suvichar



સંજોગો જોઇને આગળ વધો.....
કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે... !




સાચો મિત્ર...
અનુકૂળ સંજોગોમાં ભલે અદ્રશ્ય હોય....
પણ પ્રતિકૂળ સંજોગો માં પ્રગટ હોય.....



સ્ત્રી વરસાદ સમી અનિશ્ચિત..
પુરુષ ખેડૂત સમો આધારિત...!!



આ આંખોની નીચે જે કાળા ડાઘ છે....
ઍ નહી જીવાયેલી જીંદગી નો ભાગ છે...!!





Author : s parmar sir

Part 11


Gujarati good morning suvichar



મે તો હવે નક્કિ જ કરી લીધુ છે કે જમતા જમતા સાઉથની ફિલ્મો જોવી નહિ....
હમણાં સ્કોર્પીયોનું એક ટાયર ઉડતું ઉડતું મારી થાળીમાં પડત, માંડ બચ્યો.
😂😛😂😛😂😛😂😛😂



સમય પણ ગજબ છે.....
કોઇનો પસાર થતો નથી...તો કોઇ પાસે હોતો નથી...
અને 
કોઈ નો હોતો નથી..!!!



જેમ સુખની બે ચાવી છે...ખડખડાટ અને ઘસઘસાટ....
એમ .....
દુખની પણ બે જ ચાવી છે...બબડાટ અને કકળાટ....!!




એવું જીવો કે... તમારી જાતને પસંદ આવો....!!
બાકી દુનિયાની પસંદ તો....પળે પળે બદલાય છે....!!







Author : s parmar sir 

Part 10



Gujarati good morning suvichar




વરસો પેલા એક બાબા એ કહેલું....ઉપરવાળો એટલું આપશે કે તમે સંભાળી નઇ શકો......
આજે realize થયું કે એ whatsapp મેસેજિસ ની વાત કરતા હતા....




દેશભક્ત દેખાવું અને દેશભક્ત હોવું.....
સ્વતંત્ર હોવું અને સ્વચ્છન્દ હોવું....
અલગ છે...
કર્મ નો અવાજ શબ્દો કરતા ઊંચો હોય છે.....
સ્વતંત્રદિન ની શુભકામના...



તમારી બનાવેલી વ્યાખ્યા થી અલગ હોય ...
એનો મતલબ એમ નથી કે એ ખરાબ હોય...!!



ખોદવા માટે હવે પાવડા ની જરૂર નથી....
એક માણસ ની ગેરહાજરી કાફી છે...!!!








Author : S Parmar Sir


Part 9



Gujarati good morning suvichar




સુખ નું મકાન ચાર થાંભલા પર ઉભું રહી શકે છે....
સરળતા ..
સ્પષ્ટતા...
સ્નેહ......અને
સમજદારી....!



કાર્ય પૂરૂં કરવું તે સમાપ્તિ છે....
કાર્ય સાચી રીતે પૂરૂં કરવું તે સિધ્ધિ છે..!!



બીજા લોકો કેવા છે કે સાબિત કરવામાં... 
Mostly આપણે કેવા છીએ એ સાબિત થઈ જાય છે...


દિલ હોય કે દરિયો.....
સારું તરતા આવડતું હોય.....
તોજ ઊંડા ઉતરવું...!







Author : s parmar sir



Part 8


Gujarati good morning suvichar



કોઇ ચિત્રગુપ્ત ચોપડા લખતાં નથી....
તમે જ ખુદ.. તમારૂ ચિત્ર.. ગુપ્ત રીતે દોરો છો...!!




દરેક મહિલાનું સપનું,
મન ભરીને ખાઉં અને જાડી પણ ના થાઉં !!




नसीब अब कहाँ होती है हर कलाई को राखी....
शहर में जब से बेशुमार अल्ट्रासाउंड सोनोग्राफी की मशीन आई है।!!!




આજકાલ કોઈના હ્દયમાં કોણ વસે છે...
તે એટલીસ્ટ એમનો મોબાઇલ તો જાણે જ છે....!!







Author : S Parmar sir 

Part 7


Gujarati good morning suvichar




બદલાતો તો મોટેભાગે માણસ હોય છે...
સમય તો માત્ર નિમિત્ત હોય છે...!!!




આત્મા તો જાણતો જ હોય છે સાચું શું છે.....
કસોટી તો મનને સમજાવવાની હોય છે...!!



Everyone must have their unique way to.....🤣
એક બેનપણી બીજી ને "તું ખૂબ બોર થા ત્યારે શું કર?
બીજી.."હું તો મોલ માં જાઉં ને મન ભરી ને શોપિંગ કરું, ને પછી ટ્રોલી કાઉન્ટર પાસેજ છોડી ને નીકળી જાઉં.....



દરેક સંબંધ એક હુંફ માંગે છે.....
પછી એ શબ્દોની હોય....
સ્પર્શની હોય...... કે
વિચારો ની હોય...!!!






Author : S Parmar Sir

🤣